Posts

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

Image
 Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Khergam Janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ

Image
   Khergam Janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ સામાન્ય પ્રવાહનું 92.42 ટકા જેટલું પરીણામ આવ્યું હતું. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 72.91 ટકા પરીણામ આવ્યું હતું.સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમેં યાદવ અમૃતા શુભનાથભાઈ 87.14 ટકા સાથે પ્રથમ રહ્યા હતા.જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પટેલ કેનિલ નવીનભાઈ 90.46 ટકા સાથે પ્રથમ આવ્યા હતા.વિજ્ઞાન પ્રવાહમાં કુલ 48 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 35 વિદ્યાર્થી પાસ અને 13 વિદ્યાર્થી નાપાસ થયા હતા.જ્યારે સામાન્ય પ્રવાહમાં 132 વિદ્યાર્થીમાં 122 પાસ અને 10 વિદ્યાર્થી નાપાસ થયા હતા.ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ,ચેરમેન શશીકાંત પટેલ, આચાર્ય ચેતનભાઈ પટેલ તથા શાળા પરીવાર દ્વારા અભિનંદન પાઠવી સારી કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી.

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25- નવસારી લોકસભા સીટ

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 25- નવસારી લોકસભા સીટ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે નવસારી જિલ્લાનો પોલિંગ સ્ટાફ તેઓના મતદાન મથકે પહોંચી રહ્યા છે. #LokSabhaElection2024   #Election2024   #ChunavKaParv   #DeshKaGarv   @ECISVEEP   @CEOGujarat   pic.twitter.com/hninjeSZFA — Collector & DM Navsari (@CollectorNav)  May 6, 2024 આપણા વડીલોએ તેમની ફરજ નિભાવી છે. આજે આપડી ફરજ નિભાવવાનો દિવસ છે. ચાલો સૌ મતદાન મથક પર જઈને મતદાન કરીયે! Our elders have celebrated this festival of democracy. Today is our day to celebrate! Let’s all go out and cast our vote! ⁦ @CollectorNav ⁩ ⁦ #DeshKaGarv   #ChunavKaParv   pic.twitter.com/b1nUDFtyBx — ARO 25 Navsari PC (GJ) and Prant Officer Navsari (@prantnavsari)  May 7, 2024 Happy and Proud faces at the polling booth! #GoVote #LokSabhaElection2024   @CEOGujarat   @ECISVEEP   pic.twitter.com/X6sF89q1xO — Collector & DM Navsari (@CollectorNav)  May 7, 2024 લોકશાહીના મહાપર્વમાં મે મારી ફરજ નિભાવી દીધી છે. તમે પણ અચૂક મતદાન કરજો. #LokSabhaElect

Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
                                                                                 Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૪-૦૫-૨૦૨૪નાં દિને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, નવસારી સંચાલિત ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક ખેરગામ શાળામાં ધોરણ ૧ થી ૫નાં બાળકો અભ્યાસ કરે છે. જેમાં ધોરણ-૫ માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાનાં બાળકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં આચાર્ય બબીતાબેન પટેલ સહિત ઉપશિક્ષકશ્રી ધર્મેશભાઈ પટેલ, ઉપશિક્ષિકા નીલમબેન પટેલએ બાળકો સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથે જ તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટેની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ધોરણ -૫ નાં બાળકોએ શાળામાં આંબાની કલમ રોપી શાળા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. શાળા તરફથી ધોરણ- ૫નાં બાળકોને શૈક્ષણિક કીટ ભેટ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે ગામનાં શિક્ષકપુત્ર તરુણભાઈ રમેશભાઈ પટેલે શાળામાં પ્રોજેક્ટર સ્ટેન્ડ ભેટ આપ્યું હતું. આ પ્રસંગે વિદાય લેતાં બાળકોએ વિદાયગીત  રજૂ કરી શાળા અને શિ

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

Image
        Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો. ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.

Navsariઆગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા.

Image
Navsariઆગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા. "હું મતદાન અવશ્ય કરીશ." આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ભૂલાય નહિ તમે પણ તા.07 મે ના રોજ અવશ્ય મતદાન કરજો #Election2024 #ElectionAwareness #VotingRights #IVoteForSure @CEOGujarat @ECISVEEP pic.twitter.com/XhFSfpI2E3 — Collector & DM Navsari (@CollectorNav) April 30, 2024

નવસારી જિલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો |History and Places to Visit of Navsari District

 નવસારી જિલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો |History and Places to Visit of Navsari District ઉત્તરમાં સુરત જીલ્લો, પૂર્વમાં ડાંગ જિલ્લો, અને પશ્ચિમમાં અરબિયન સમુદ્રની નજીક નવસારી શહેર આવ્યુ છે, જેનો ઇતિહાસ ખૂબજ સમૃદ્ધ છે. નવસારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારથી “પૂર્ણા” નદી પ્રવેશે છે. અહિ, પુર્ણા નદીની લંબાઇ 36 કિમી છે. નવસારી ગુજરાતનું પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે. તે સમુદ્ર સપાટીથી ઉપર હોવાના કારણે ઉનાળામાં પણ હવામાન સારું રહે છે. નવસારી, મુંબઇ અને અમદાવાદ વચ્ચે બ્રોડ ગેજ રેલવે લાઇનનું મહત્વનું સ્ટેશન છે. અમદાવાદ-મુંબઇ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં .8 દ્વારા, પરિવહન બસ સેવા મારફત નવસારી ગુજરાતનાં મોટા શહેરો સાથે જોડાયેલ છે. સ્વતંત્રતા પહેલાં નવસારી જૂના વડોદરા રાજ્યનું મુખ્ય શહેર હતું. 1 લી મે, 1949 થી નવસારીને સુરત જીલ્લામાં સમાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 1964 ના જુન મહિનામાં સુરત જીલ્લામાં સુધારા કરવામાં આવ્યો અને વલસાડ જિલ્લામાં નવસારી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2 ઓક્ટોબર 1997 ના રોજ નવસારી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. જૂના હસ્તલેખ મુજબ તે જોઇ શકાય છે કે નવસારી 7મી સદીમાં પ્રખ્યાત

ગણદેવી તાલુકાનો ઇતિહાસ |History of Gandevi Taluka

ગણદેવી તાલુકાનો ઇતિહાસ |History of Gandevi Taluka પ્રાચીન સમયમાં વેપારમથક તેમ જ વહાણ બાંધવાના કામ માટે જાણીતું ગણદેવી, હાલ ચીકૂ તેમ જ હાફુસ કેરી માટે પ્રખ્યાત છે. આ તાલુકામાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી, ચીકુ, કેળાંની ખેતી થાય છે, ગણદેવી તાલુકાનાં આજુબાજુના વિસ્તારોમાં શેરડીનો પાક પુષ્કળ થતો હોવાથી ગણદેવીમાં ખાંડ બનાવવાનુ  કારખાનું આવેલું છે. ગણદેવી તાલુકામાં બીલીમોરા, ગણદેવી અને અમલસાડ નગરો તેમ જ  કેસલી, ધમડાછા, અજરાઇ, ઘેકટી, વલોટી, કલમઠા, કછોલી, દેવસર, આંતલિયા, નાંદરખા, ઉંડાચ, ધકવાડા અને વાઘરેચ  વગેરે ગામો આવેલાં છે. ગણદેવી તાલુકામાં ધોલાઈ બંદર આવેલ છે દરિયા કિનારા વિસ્તારમાં લોકો માછીમારી કરવા બંદરનો ઊપયોગ કરેછે તથા બીલીમોરા જંકશન આવેલ છે ત્યાંથી વઘઈ નેરોગેજ રેલ્વે લાઈન પ્રસાર થાય છે.  અંબિકા, કાવેરી નદી, ખરેરા નદી તેમ જ વેંગણીયા નદી આ તાલુકાની મુખ્ય નદીઓ છે.  ગણદેવી તાલુકાના ગામો : 1.અજરાઈ 2.અમલસાડ 3.અંચેલી 4.અંભેટા 5.આંતલીયા 6.ભાઠા 7.બીલીમોરા 8.છાપર 9.દેસાડ 10.દેવધા 11.દેવસર 12.ધકવાડા 13.ધમડાછા 14.ધનોરી 15.દુવાડા 16.એંધલ 17.ગડત 18.ગણદેવા 19.ગણદેવી 20.ગંઘોર 21.ગોંયદી ભાઠલા 22.ઇચ્છ