Posts

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

Image
 Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Khergam : પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો.

Image
 Khergam : પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ : 22-06-2 024નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જે ખેરગામ પોમાપાળ ફળીયાનાં આદિવાસી અગ્રણી આગેવાન તથા એલઆઈસીમાં ડીઓનાં હોદ્દા પર શોભાયમાન શ્રી જયેશભાઈ પટેલ તથા તેમના કુટુંબીજન તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાનાં 29 બાળકોને તમામ વિષયની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.  તે ઉપરાંત પણ તેઓ તેમના ગૃપ મિત્રો સાથે ધરમપુર, કપરાડાના વિસ્તારોમાં ગરીબ બાળકોને નોટબુક તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે. આજના પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમમાં ખેરગામ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી જીગ્નેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી વિભાબેન પટેલ, પોમાપાળ ફળિયાનાં સભ્ય શ્રી રાકેશભાઈ પટેલનાં હસ્તે 29 બાળકોને તમામ વિષયની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.  શાળા પરિવાર વતી શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા જયેશભાઈ પટેલ તથા તેમના પરિવાર માટે આભારની લાગણી વ્યક્ત કરે છે. તેમજ આ  કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગ્રામ પંચાયતનાં ડેપ્યુટી સરપંચશ્રી જીગ્ન

Valsad,Navsari,Dang News paper updates 21-06-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

Image
   Valsad,Navsari,Dang News paper updates 21-06-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara, 

Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ

Image
 Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ગણદેવી વડસાંગળ પ્રાથમિક શાળાનાં ત્રણ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિમાં ઝળહળતો દેખાવ કરતા આનંદ વ્યાપી ગયો હતો. પ્રતિવર્ષ તેજસ્વી તારલાઓ ને આગામી ભણતર માટે શિષ્યવૃત્તિ આપતી NMMS પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને ધો.૯ થી ધો.૧૨ એટલે કે ચાર વર્ષ સુધી દર વર્ષે ૧૨ હજાર એટલે કે કુલ ૪૮ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ પરીક્ષામાં વડસાંગળ શાળા ધો. ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત જયેશ પટેલ, જોયલ અનિલ પટેલ તથા નિયતિ હિતેશ હળપતિ શિષ્યવૃત્તિ મેળવવા હકદાર બન્યા છે.  ગામના સરપંચ મીના રાઠોડે વિદ્યાર્થીઓને માટે પ્રોત્સાહક ભેટ સ્વરૂપે ૨૧૦૦ રોકડ ભેટ આપી હતી. પ્રસંગે શાળાના શિક્ષકગણ તથા આચાર્ય ચંદ્રકાંત પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મંડળના પ્રમુખ મનોજ પટેલ, ઉપપ્રમુખ મેહુલભાઈ, મંત્રી પિયુષભાઈ, તુષારભાઈ ,ભીખુભાઈ, ડાહ્યાકાકા મોરારકાકા, નારણકાકા,  ઉપસરપંચ આશિષભાઈ સહિત  અગ્રણીઓએ  વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મિત પટેલ, જોયલ પટેલ અ

Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું.

Image
 Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું  વિતરણ કરાયું.  તારીખ 18/06/2024 ને મંગળવાર ના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકો માટે મફત નોટબુક વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાડ ગામના અગ્રગણ્ય ખેડૂત અગ્રણી, સામાજિક કાર્યકર અને  ખેરગામ વિસ્તારમાં દાતારના નામથી ઓળખ ધરાવતા  શ્રી દિનેશભાઈ તથા એમના ધર્મપત્નિ ભારતીબેન તરફથી વિના મૂલ્યે નોટબૂકનું વિતરણ કરાયું હતું.  જેમાં  દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 240 જેટલા બાળકનોને મફત નોટબુક આપી હતી. આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય શ્રી કિરીટભાઇએ એમનું પુષ્પથી સ્વાગત કર્યુ અને ભારતીબહેનનું સ્વાગત શાળાની તમામ બહેનોએ સાથે મળી કર્યું હતું તેમજ શાળાના આચાર્યશ્રી એ દિનેશભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.  ભવિષ્યમાં પણ એમનો શાળાના બાળકો માટે આવોજ પ્રેમ અને સહકાર મળતો રહેશે  એ માટે આશા વ્યકત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉપશિક્ષક શ્રી ધર્મેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમ ને સફળ બનાવાવા બદલ મુખ્ય મુખ્ય શિક્ષક કિરીટભાઇ એ આભ

Navsari: વી. એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું

Image
  Navsari: વી. એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું *૬૯૫થી વધુ યોગી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો. નવસારી, તા.૧૬: આગામી તા.૨૧ જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં ૧૦માં ‘વિશ્વ યોગ દિન’ની ઉજવણીનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં યોગ પ્રત્યે નાગરિકો જાગૃત્ત બને અને વધુમાં વધુ નાગરિકો યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા હેતુ સાથે વિશ્વ યોગ દિન પૂર્વે તા.૧૫ થી તા.૨૦ જૂન દરમિયાન જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિભાગોના સહયોગથી યોગના કાર્યક્રમોનું સુદ્રઢ આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર, નવસારી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તથા નવસારી જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કરાયું છે.  આજરોજ ૧૫મી જુન વહેલી સવારે વી. એસ પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરાના પટાંગણમાં યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં એન. સી. સી, એન. એસ. એસ.ના કેડેટ,  ડી. એલ. એસ.ના વિદ્યાર્થીઓ, યોગ ટ્રેનર ટીમ, યોગ કોચ,યોગ ટ્રેનરો અને યોગ સાધકો મળી કુલ-૬

Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો.

Image
 Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો. શાળાઓના બાળકો દ્વારા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાના ગુણ કેળવાય તે હેતુથી  પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું આયોજન કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું. નવસારી, તા.૧૬: નવસારી જિલ્લા સ્થિત ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં દ્વારા ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો હતો. ઈકો કલબ હેઠળ શાળાના શિક્ષિકા લક્ષ્મીબેન પટેલ દ્વારા વિધાર્થીઓ માટે નજીકના સ્થળે પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું  આયોજન કરી વિધાર્થીઓને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સ્થાનિક વિસ્તારની વિવિધ વનસ્પતિથી વિધાર્થીઓને વાકેફ કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું હતું.  વિદ્યાર્થીઓને નજીકના ગામ તથા સ્થાનિક પ્રવાસન સ્થળની મુલાકાત કરાવવી, વિધાર્થીઓના અલગ અલગ જૂથ બનાવી જુદા જુદા કામ સોંપવામાં આવ્યા હતા. જેમાં વનસ્પતિ શાસ્ત્ર, વિસ્તારનો ઇતિહાસ, ભૂગોળ, સ્થાનિક રીતિરીવાજો અને પરંપરાઓ,

Valsad,Navsari,Dang News paper updates 17-06-2024 :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

Image
  Valsad,Navsari,Dang News paper updates 17-06-2024 :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,  Courtesy: News paper