Posts

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

Image
 Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.

નવસારી જિલ્લા ખાતે PC &PNDT Act- ૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ

Image
      નવસારી જિલ્લા ખાતે PC &PNDT Act- ૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ આગામી ગણપતિ ઉત્સવ અને નવરાત્રી દરમ્યાન વધારે જાહેર જનતા એકઠ્ઠા થતા હોય તેવા સ્થળો ઉપર PC & PNDT Act અંતર્ગત "બેટી વાધાઓ - બેટી પઢાવો" વિષે લોકોમાં જાગૃતિ લાવવા  બાબતના પ્રચાર પ્રસાર કરવા અને દિવાળી દરમ્યાન સ્કૂલો અને કોલેજોમાં "બેટી વાધાવો - બેટી પઢાવો" વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવાબાબતનો એકશન પ્લાન ઘડાયો* - નવસારી, તા.22:  PC &PNDT Act-૧૯૯૪ અંતર્ગત આજરોજ જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી PC &PNDT સહ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નવસારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાનાના ચેમ્બરમાં ચેરપર્સન પી.સી.& પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમિટીની અધ્યક્ષતામાં કમિટી સભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પી.સી.& પી.એન.ડી.ટી. ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજવામા આવી હતી. આ બેઠકમા The PC & PNDT Act-૧૯૯૪ હેઠળ નવસારી જિલ્લામાંથી આવેલ નવા રજીસ્ટ્રેશન, નામ કમી અને રીન્યુ માટે આવેલી અરજીઓને બહાલી આપવા ઉપરાંત મિટિંગના તમામ મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામા આવી હતી.  જેમા ખાસ કરીને આગ

Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો.

Image
 Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો. ખેરગામના ભસ્તા ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળાનો ૨૪મો સ્થાપના દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, ખેરગામ યુવા સામાજિક કાર્યકર તથા પત્રકાર જગદીશભાઈ  ઉર્ફે જીગ્નેશભાઈ પટેલ,એસએમસીના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ,વિજયભાઈ રાઠોડ, નિવૃત્ત શિક્ષક ઉદયભાઈ, ઉપેન્દ્રભાઈ,વાલીઓ વગેરેની ઉપસ્થિતિમાં કેક વિધાર્થીઓ દ્વારા કેક કાપી એક બીજાને ખવડાવી શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા આ શાળા ચાલુ કરવા સંઘર્ષ કરનાર સ્થાનિક અગ્રણીઓને યાદ કર્યા હતા.તેમજ શાળામાથી અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓ પ્રગતિના પંથે પહોંચ્યા છે. શાળા હજુ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી તેવા અભિનંદન પાઠવ્યા હતા. શાળાના શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો. સંદેશ ન્યૂઝ 

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

Image
 Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024

વાંસદા તાલુકાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સ્વાતંત્ર્યદિન અને દેશભક્તિ થીમ પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.

Image
 વાંસદા તાલુકાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સ્વાતંત્ર્યદિન અને દેશભક્તિ થીમ પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. નવસારી જિલ્લામાં ‘ હર ઘર તિરંગા અભિયાનને મળી રહ્યો છે જન પ્રતિસાદ - વાંસદા તાલુકાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સ્વાતંત્ર્યદિન અને દેશભક્તિ થીમ પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. #HarGharTrianga   #HarGharTirangaGuj   #teamnavsari   pic.twitter.com/tMWBj8GQwh — Info Navsari GoG (@InfoNavsariGoG)  August 14, 2024

Gandevi: બુનિયાદી મિશ્રશાળા વાઘરેચ ખાતે 78મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.

Image
 Gandevi: બુનિયાદી મિશ્રશાળા વાઘરેચ ખાતે 78મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો. બુનિયાદી મિશ્રશાળા વાઘરેચ માં આજરોજ નિવૃત્ત આંગણવાડી કાર્યકર બહેનશ્રી રમીલાબેન પટેલના પ્રમુખ સ્થાને 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. બાળકો દ્વારા કાર્યક્રમને અનુરૂપ વ્યક્તવ્ય અને દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. શ્રી હરીશભાઈ ટંડેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતી રાજેશ્રીબેન ટંડેલ દ્વારા વાર્ષિક પરીક્ષામાં ધોરણ 4 અને 8 માં પ્રથમ ત્રણ ક્રમે આવેલ બાળકોને પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. શ્રી રાકેશભાઈ પટેલ દ્વારા બાલવાટિકા થી ધોરણ 8 ની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ કમાંક પ્રાપ્ત કરેલા બાળકોને પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી.  વાઘરેચ ગ્રામ પંચાયત દ્વારા વેરા સ્કીમ હેઠળ રાખવામાં આવેલ ઈનામો માટે ડ્રો પણ કરવામાં આવ્યો હતો. શાળા પરિવાર દ્વારા શાળાના બાળકો માટે  તીથીભોજનના આયોજનની વાત કરતાની સાથે જ ત્રણ દાતાએ તિથીભોજન આપવાનું નક્કી કર્યું હતું. રમીલાબેન અને તેમના ભત્રીજા જેનીશભાઈ અને સર્જનભાઈ  દ્વારા તમામ બાળકોને અમૂલ ફ્લેવર દૂધ આપવ

Navsari : નવસારી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી

Image
 Navsari : નવસારી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે સૌ કોઈ વિકાસની મુખ્યધારામાં આવી રહ્યા છે. ---- ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવાના પથ પર ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. ----- વન બંધુ કલ્યાણ યોજના તથા અન્ય વિવિધ  કલ્યાણકારી યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને સર્વાંગી વિકાસ થયો છે .}} - આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ  * વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની ઉર્જાવાન પ્રસ્તુતિ કરાઈ * નવસારી જિલ્લાના વિકાસ અર્થે રૂા.૨૫ લાખનો ચેક અર્પણ કરતા આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ **  (નવસારી/ ગુરુવાર) આજે ભારતના  ૭૮ મા સ્વાતંત્ર્યપર્વની  ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી નવસારી સ્થિત સાંઈ ગરબા ગ્રાઉન્ડ  ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ અને ગ્રામવિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ભારે ઉમંગ-ઉત્સાહ સાથે યોજાઈ હતી. મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ રાષ્ટ્ર ભક્તિનાં અનોખા માહોલ વચ્ચે