Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

Image
 Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

ડિજિટલ ઇલેકટ્રોનિક એટલે શું ?

 ડિજિટલ ઇલેકટ્રોનિક એટલે શું ?

ડીજિટ એટલે અંક અને ડિજિટલ એટલે અંકને લગતું. લેટિન ભાષામાં આંગળીને ડિજિટસ કહે છે. પ્રાચીન કાળના લોકો આંગળીના વેઢા ગણીને ગણતરી કરતાં એટલે અંકને ડિજિટ અને આધુનિક ડિજિટલ નામ અપાયાં. આધુનિક ડિજિટલ પદ્ધતિ એટલે એકડા અને શૂન્ય એમ બે જ અંકોનો ઉપયોગ કરીને વિકસાવાયેલી ગણતરીની પધ્ધતિ. તેમાં ઇલેકટ્રોનિકનો ઉપયોગ થાય છે.

ડિજિટલ પધ્ધતિની કલ્પના પ્રાચીન ભારતમાં થઈ હતી. બીજી સદીમાં થઈ ગયેલા કવિ પિંગળે છંદશાસ્ત્ર રચેલું. પિંગળ વ્યાકરણના રચયિતા પાણિનિના નાના ભાઈ હતા.

છંદશાસ્ત્રમાં દરેક સ્વરને લઘુ અને ગુરુ એમ બે જ રીતે ઓળખવામાં આવે છે. તેમાં લઘુ એટલે એક અને ગુરુ એટલે બે. ૧૩મી સદીમાં હલાયુધ નામના પંડિતે પિંગળશાસ્ત્રના આધારે ‘મૃતસંજીવની’ નામનો ગ્રંથ રહ્યો. આજની ડિજિટલ પધ્ધતિ છંદશાસ્ત્રના લઘુગુરુની થિયરીને મળતી આવે છે.

પ્રાચીન ચીનમાં આઠ ત્રિકોણ અને ૬૪ પટકોણને જુદી જુદી પેટર્નમાં ગોઠવી ગણતરીની પધ્ધતિ વિકસેલી. ૧૧મી સદીમાં શાઓ યાંગ નામના ફિલોસોફરે ચીન અને યાંગ દ્વારા બાઈનરી પધ્ધતિ વિકસાવેલી જેમાં ચીન એટલે શૂન્ય અને યાંગ એટલે એક.

કોઈ પણ ભાષાના શબ્દો કે આંકડાના સમૂહને ઓછામાં ઓછી સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે તેને ડિજિટલ પધ્ધતિ કહી શકાય.

તારના સંદેશા મોકલવાની 'મોર્સ કોડ' પધ્ધતિ અને અંધજનો માટેની બ્રેઈલ લિપિ પણ ડિજિટલ કહેવાય. મોર્સ કોડ'કડ' અને 'કટ' એવા બે અવાજની જુદી જુદી પેટર્ન વડે રચાયેલી ભાષા છે. બ્રેઈલ લિપિ ચાર છિદ્રો અને ચાર ઉપસેલા ટપકાની પેટર્ન વડે બનેલી ભાષા છે. જેને આંગળીના ટેરવા દ્વારા ઉકેલાય છે.

ઇ.સ.૧૬૦૫માં ફ્રાન્સિસ બેકને અંગ્રેજી કક્કાને ઓછામાં ઓછી સંજ્ઞાઓ દ્વારા રજૂ કરવાનો ખ્યાલ આવ્યો. આ સંકેત ઘટના ટકોરા કે ટોર્ચ લાઈટના ઝબકારા દ્વારા દૂર સુધી સંદેશા મોકલવા ઉપયોગી થતા. ઇ.સ.૧૬૯૫માં ગોટફ્રીઝ લીલનીઝે બાઈનરી કોડની શોધ કરેલી.

આધુનિક ડિજિટલ પધ્ધતિ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ કોર ઇન્ફર્મેશન ઇનરચેન્જ (ASCII) ના આધારે કામ કરે છે. તેમાં સાત બીટ બાઈનરી કોડ દ્વારા કમ્પ્યુટર અને અન્ય સાધનોમાં ભાષાનું નિરૂપણ થાય છે. દરેક અક્ષરને શૂન્યથી ૧૨૭ સુધી અંકો અપાયા છે. જેમાં અંગ્રેજી એ એટલે ૧૧૦૦૦૧ લખાય છે.

કમ્પ્યુટરની ઇલેક્ટ્રોનિક સર્કિટ માત્ર શૂન્ય અને એક એમ બે જ અંકોને ઓળખે છે. ઊંચો વીજપ્રવાહ એક અને નીચે વીજપ્રવાહ શૂન્ય દર્શાવે છે. બંને લિંગ્નલના પ્રસારણ માટે 'ગેટ' હોય છે. ઇલેક્ટ્રોનિક સર્કિટમાં આવા સેકડો હજારો ગેટ હોય છે. ગેટ જુદી જુદી ગોઠવણીના ડેટા બનાવી તેનો સંગ્રહ કરે છે. આ ઘણી જટિલ પ્રક્રિયા છે. ઇલેકટ્રોનિક ચીપ અને ગેટની શોધ કરવામાં અનેક વિજ્ઞાનીઓએ વર્ષો સુધી મહેનત કરી છે. આજે આપણે તેનો સરળતાથી ઉપયોગ કરીએ છીએ.

Courtesy: Gujarat Samachar news paper

Comments

Popular posts from this blog

Navsari District shala Pvaveshotsav 2024 : Navsari, Jalalpor, Gandevi, Chikhali,Khergam, Vansda