બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ ખાતેથી ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો

ભારતની જાણીતી પર્વતમાળાઓ
હિમાલય પર્વતમાળા વિશ્વભરમાં જાણીતી છે પરંતુ ભારતમાં બીજી પણ પર્વતમાળાઓ આવેલી છે. આ પર્વતમાળાઓને તમે ઓળખો છો? આ પર્વતમાળાઓનો પરિચય પણ રસપ્રદ છે.
• હિમાલય : ભારતની કિનારે આવેલી હિમાલયની
પર્વતમાળા વિશ્વની સૌથી ઊંચી છે. હિમાલય સળંગ ૨૫૦૦ કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને લગભગ પાંચ લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર રોકે છે.
• વિંધ્ય પર્વતમાળા : ભારતની મધ્યમાં આવેલો વિંધ્યાચળ
પર્વત સરેરાશ ૩૦૦૦ મીટર ઊંચો છે. ગુજરાતમાં શરૂ થઈ મધ્યપ્રદેશમાં વિસ્તરેલી આ પર્વતમાળા ૧૦૫૦ કિલોમીટર લાંબી છે.
સાતપુડા : ગુજરાતના અરબી સમુદ્રના કિનારેથી શરૂ થઈ મહારાષ્ટ્ર તરફ ફેલાયેલી સાતપુડા
પર્વતમાળા ૯૦૦ કિલોમીટર લાંબી છે. તેની સરેરાશ ઉંચાઈ ૧૦૦૦ મીટર છે.
અરવલ્લી : સાબરમતી નદીનું મૂળ અરવલ્લી પર્વતમાં છે. રાજસ્થાનની આ પર્વતમાળા ૮૦૦ કિલોમીટર લાંબી છે. માઉન્ટ આબુ આ પર્વતમાળાનું ઊંચું શિખર છે તેની ઊંચાઈ ૧૭૨૨ મીટર છે.
• સહ્યાદ્રિ : દક્ષિણ ગુજરાતમાં માથેરાનથી શરૂ થઈ મહારાષ્ટ્ર તરફ વિસ્તરેલી સહયાદ્રિ પર્વતમાળા ૧૬૦૦ કિલોમીટર લાંબી છે. તે છેક કેરળ સુધી લંબાયેલી છે. તેને વેસ્ટર્ન ઘાટ પણ કહે છે.
જાવાડી હિલ્સ : દક્ષિણ ભારતની ક્રિષ્ના, કાવેરી, ગોદાવરી
અને મહાનદીના પટમાં આવેલી આ પર્વતમાળા ૧૦૦૦ મીટર ઊંચી છે. તમિળનાડુનું નિલગિરિ શિખર તેનું કેન્દ્ર છે. તેને ઈસ્ટર્ન ઘાટ પણ કહે છે.
Courtesy: Gujarat Samachar
Comments
Post a Comment