ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

Image
        ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે.  21 સપ્ટેમ્બર 2025 ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિ...

Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૭: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ - ૨૦૨૦ મુજબ તેમના વર્ગ શિક્ષણ કાર્યમાં રમકડાનો ઉપયોગ કરી, નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રયોગ થકી તેમણે શાળાના બાળકોને વિષય શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે. 

ધોરણ ૧ અને ૨ ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી અધ્યયન નિષ્પતિઓને સરળતાથી કેવી રીતે શીખવી શકાય એનું એક નવતર કાર્ય આ શિક્ષિકાના વર્ગખંડમાં જોવા મળે છે. 

શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર અને રાજ્ય કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં રજૂ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નમૂનારૂપ પ્રદર્શન કર્યું હતું. જેની નોંધ લઈ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ થી  સન્માનિત કરવામાં આવ્યા હતાં.

ડાંગ જિલ્લાની શિક્ષિકા શ્રીમતી માલાબેન થોરાટને એવોર્ડ મળતા   ડાંગ જિલ્લા શિક્ષણ તંત્રએ તેઓને અભિનંદન પાઠવ્યા હતાં. 


Comments

Popular posts from this blog

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.